બાંગ્લાદેશ મહિલા ટીમની કેપ્ટન નિગાર સુલતાનાએ ટીમમાં જુનિયર ક્રિકેટરો પર હુમલો કરવાના આરોપો પર પોતાનું મૌન તોડતા એક મોટું નિવેદન આપ્યું છે. બાંગ્લાદેશ મહિલા ટીમની વિકેટકીપર-બેટ્‌સમેનએ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર પર પણ નિશાન સાધ્યું છે. તેણીએ ૨૦૨૩ માં ભારતના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન ભારતીય કેપ્ટન સાથે થયેલી ઝઘડાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તે શ્રેણીમાં, હરમનપ્રીત કૌરે એલબીડબ્લ્યુ આઉટ થયા બાદ ગુસ્સામાં પોતાના બેટથી સ્ટમ્પ તોડી નાખ્યા હતા.નિગાર સુલતાનાએ તે મેચ પછી પ્રેઝન્ટેશન દરમિયાન અમ્પાયરિંગ વિશે પણ નિવેદન આપ્યું હતું, તેને ખરાબ ગણાવ્યું હતું. આ પછી, બાંગ્લાદેશી કેપ્ટને ટ્રોફી ફોટો સેશન દરમિયાન બાંગ્લાદેશી ખેલાડીઓ પર કટાક્ષ કર્યો હતો. તાજેતરમાં, ટીમના ફાસ્ટ બોલર જહાંઆરા આલમે દાવો કર્યો હતો કે સુલતાનાએ જુનિયર ખેલાડીઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું. તેણીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે સુલતાનાએ એક જુનિયર ક્રિકેટર પર હુમલો કર્યો હતો.દરમિયાન, ડેઇલી ક્રિકેટ સાથેની એક મુલાકાતમાં સુલતાનાએ કહ્યું, “હું કોઈને કેમ ફટકારીશ? મારો મતલબ છે કે હું મારા બેટથી સ્ટમ્પ કેમ  ફટકારીશ?” શું હું હરમનપ્રીત છું, કે હું આ રીતે સ્ટમ્પ ફટકારીશ? હું આવું કેમ કરીશ? મારા અંગત જીવનમાં, જા હું રસોઈ બનાવતી હોઉં કે બીજું કંઈક કરતી હોઉં, તો હું મારા બેટને અહીં-ત્યાં ફટકારી શકું છું, હું મારા હેલ્મેટને ફટકારી શકું છું, તે મારો પોતાનો વ્યવસાય છે.તેણીએ આગળ કહ્યું, “પણ હું બીજા કોઈ સાથે આવું કેમ કરીશ? ફક્ત એટલા માટે કે કોઈ એવું કહે? તમે અન્ય ખેલાડીઓ અથવા બીજા કોઈને પૂછી શકો છો કે શું મેં ક્યારેય આવું કંઈક કર્યું છે.” સુલતાનાએ તાજેતરમાં મહિલા વર્લ્ડ કપ ૨૦૨૫ માં બાંગ્લાદેશ ટીમની કેપ્ટનશીપ કરી હતી, જ્યાં ભારતે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટુર્નામેન્ટ જીતી હતી. તે ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશે ફક્ત એક જ જીત મેળવી હતી, જેમાં કોલંબોમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.હાલમાં ઓસ્ટ્રેલિયામાં રહેતી જહાનઆરા આલમે થોડા દિવસો પહેલા ખુલાસો કર્યો હતો કે જુનિયર ક્રિકેટરોએ તેમને ફોન કરીને દાવો કર્યો હતો કે સુલતાનાએ તેમને ફટકાર્યા છે. જા કે, બાંગ્લાદેશના કેપ્ટને આ દાવાને સખત રીતે નકારી કાઢ્યો હતો, અને કહ્યું હતું કે જા આવી કોઈ ઘટના બની હોત, તો જુનિયર ખેલાડીઓએ વિદેશમાં રહેતા કોઈને ફોન કરવાને બદલે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હોત.