પાટણ જિલ્લાના સાંતલપુર-કચ્છ નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોના મોત નિપજતા ગ્રાજમનોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.સાંતલપુર–કચ્છ નેશનલ હાઈવે પર ગઈ મોડી રાત્રે બનેલી હિટ એન્ડ રન ઘટનામાં બે યુવાન બાઇક સવારનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું. ઘટના સાંતલપુર તાલુકાના પર ગામ નજીક બની હતી, જ્યાં અજાણ્યા વાહને બાઇકને જારદાર ટક્કર મારતા બાઇક પર સવાર બંને યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી.મળતી માહિતી મુજબ અકસ્માતમાં મોત પામેલા યુવકોની ઓળખ દાત્રાણા ગામના  ભરત આહીર અને રમેશ આહીર તરીકે થઈ છે. બંને મિત્રો કોઈ કામસર બાઇક પર સવાર થઈ નિકળ્યા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જારદાર હતી કે બંનેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.અકસ્માતની જાણ થતાં જ સાંતલપુર પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે અને નજીકના સીસીટીવી ફૂટેજના આધારે વધુ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોએ અકસ્માતને પગલે ભારે દુઃખ વ્યક્ત કર્યું છે તથા હાઈવે પર રાત્રિના સમયે વધતા અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત કરી છે. સાંતલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.