સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યા બાદ ખેડૂતોને મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુકસાન જતા રાજ્ય સરકાર ખેડૂતોની મદદે આવી છે. રાજ્ય સરકારે પાક નુકસાની માટે રૂપિયા ૧૦ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરતા આ રાહત પેકેજને રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ આવકાર્યું છે. રાજ્ય સરકાર હજુ આગામી સમયમાં ૧૫,૦૦૦ કરોડથી વધુ મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરશે. આ ખરીદી આવતીકાલ તારીખ ૯ ને રવિવારના રોજથી કરવામાં આવશે.


































