સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભનો તાલુકા કક્ષાનો તા.૦૬ના રોજ સાવરકુંડલા ખાતે શુભારંભ થયો. વિવિધ કેટેગરીની ચેસ અને યોગાસન સ્પર્ધાઓ યોજાઈ હતી. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાના ધોરણ-૬ના વિદ્યાર્થી જોષી મિહિરે અંડર-૧૧ ચેસ સ્પર્ધામાં સમગ્ર તાલુકામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. જોષી મિહિર હવે આગામી સમયમાં યોજાનારી જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં સાવરકુંડલા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.






































