કોડીનાર તાલુકાના છારા ગામે સરકારની વિવિધ યોજના અંતર્ગત રસ્તા, પાણી, વીજળી અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ વિકસાવી ગામને શહેરી વિસ્તારો જેવું બનાવવા માટે અંદાજે રૂ. ૨૫ લાખના અલગ અલગ વિકાસ કામોનું નગરપાલિકાના ઉપપ્રમુખ શીવાભાઈ સોલંકીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવેલ. આ પ્રસંગે ગામના સરપંચ અજીતભાઈ, ઉપસરપંચ ભરતભાઈ, ગામના અગ્રણી જુવાનસિંહ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ બારડ, જિલ્લા પંચાયત સદસ્ય દિલીપભાઈ, સરપંચ માનસીભાઈ ચૌહાણ, તાલુકા ભાજપ મહામંત્રી બચુભાઈ ચુડાસમા, કોડીનાર યુવા ભાજપ પ્રમુખ પિયુષભાઈ બારડ, ગ્રામ પંચાયતના સદસ્યો, તલાટી સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.







































