અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને એસપીએ માર્ગદર્શન આપ્યું છે. જે અંતર્ગત અમરેલી એલસીબી ટીમે ચલાલા પોલીસ સ્ટેશનમા નોંધાયેલા ગુનાના આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે ઝઢપી પાડ્યો હતો.
આરોપી વિરાજ પ્રવિણચંદ્ર રાણા,ઉ.વ.૩૩ (રહે.નારાયણનગર, તા.લાઠી, જિ.અમરેલી, હાલ રહે.અમદાવાદ, ઘાટલોડીયા, સાયોના રેસીડેન્સી, તા.જિ.અમદાવાદ) પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા ૬ મહિનાથી નાસતો ફરતો હતો. આરોપીને આગળની કાર્યવાહી થવા સારૂ ચલાલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો હતો. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પીઆઈ વી. એમ. કોલાદરા,ઈન્ચાર્જ પીઆઈ ડી. કે. વાઘેલા, પીએસઆઈ કે.ડી.હડીયા, એમ.ડી.ગોહિલ તથા આર.એચ.રતન તથા હેડ કોન્સ્ટેબલ્સ મનીષભાઇ જાની,અશોકભાઇ કલસરીયા,તુષારભાઇ પાંચાણી, હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવી હતી.


































