બાબરા તાલુકાના થોરખાણ ગામમાં આવેલ શ્રી રામજી મંદિર ખાતે ૨૯થી ૩૧ ઓક્ટોબર સુધી ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. સમગ્ર ગામ રામભક્તિના રંગે રંગાઈ ગયું છે. ગામજનો દ્વારા સમગ્ર કાર્યક્રમની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંદિર પરિસર, ગામના માર્ગો દીવાદાંડી, ઝાલર અને ફૂલોથી સુંદર રીતે સજાવવામાં આવી રહ્યા છે. ગામના નાના-મોટા સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક સેવા અને આયોજનમાં જોડાયા છે. આ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો, ભજન, કીર્તન વગેરે યોજાશે. આ પ્રસંગે ઉપસ્થિત રહેવા સમગ્ર ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવ્યું છે.








































