બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા લાલુ પરિવારની મુશ્કેલીઓ વધી ગઈ છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આઇઆરસીટીસી કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સહિત કુલ ૧૪ લોકો સામે આરોપો ઘડ્યા છે. ચૂંટણી પહેલા આ કૌભાંડ બિહારમાં ચૂંટણી મુદ્દો બનશે.
આ કેસ લાલુ પ્રસાદ યાદવના રેલવે મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન થયેલા આઇઆરસીટીસી હોટેલ કૌભાંડ સાથે જાડાયેલો છે, જેમાં સીબીઆઇએ લાલુ પરિવાર અને અન્ય ઘણા લોકો સામે ભ્રષ્ટાચાર, કાવતરું અને છેતરપિંડીના ગંભીર આરોપો લગાવ્યા છે.
સીબીઆઇએ આરોપ લગાવ્યો છે કે આઇઆરસીટીસીમાં જમીનના બદલામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. સીબીઆઇએ દાવો કર્યો હતો કે તમામ આરોપીઓ સામે આરોપો ઘડવા માટે પૂરતા પુરાવા છે. ૧ માર્ચના રોજ,સીબીઆઇએ લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રેમચંદ ગુપ્તા અને અન્ય લોકો સામેના આરોપો પર તેની દલીલો પૂર્ણ કરી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, કોર્ટે બધા સામે આરોપો ઘડ્યા.
આ આઇઆરસીટીસી કૌભાંડ ૨૦૦૪ થી ૨૦૦૯ ની વચ્ચેનું છે, જ્યારે લાલુ પ્રસાદ યાદવ દેશના રેલ્વે મંત્રી હતા. દરમિયાન, ભારતીય રેલ્વેની પેટાકંપની,આઇઆરસીટીસીએ પુરી અને રાંચીમાં બીએનઆર હોટલના સંચાલન અને જાળવણી માટે ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
સીબીઆઇના જણાવ્યા મુજબ, ટેન્ડર પ્રક્રિયામાં કથિત રીતે ગોટાળા કરવામાં આવ્યા હતા, જેના કારણે સુજાતા હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો હતો. બદલામાં, કંપનીએ લાલુ પ્રસાદ યાદવ પરિવાર સાથે જાડાયેલી શેલ કંપનીને નોંધપાત્ર રીતે ઓછી કિંમતે જમીન આપી હતી.સીબીઆઇએ આ કેસમાં લાલુ પ્રસાદ યાદવને મુખ્ય આરોપી તરીકે નામ આપ્યું છે. તેમના પર સમગ્ર કાવતરાનો મુખ્ય સૂત્રધાર હોવાનો આરોપ છે. બીજા આરોપી રાબડી દેવી છે, જેમના પર જમીન સોદામાં સંડોવણીનો આરોપ છે. ત્રીજા આરોપી તેજસ્વી યાદવ છે, જેમના પર પરિવારની તરફેણ મેળવવાનો આરોપ છે. ચોથો આરોપી ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રેમ ચંદ ગુપ્તા છે, જે લાલુના નજીકના માનવામાં આવે છે. તેમની પત્ની સરલા ગુપ્તા સુજાતા હોટેલ્સના માલિક છે. આ ઉપરાંત,આઇઆરસીટીસીના ચાર અધિકારીઓ અને સુજાતા હોટેલ્સના ડિરેક્ટર પણ આરોપી છે. આજે કોર્ટે લાલુ યાદવ સહિત આ તમામ ૧૪ લોકો સામે આરોપો ઘડ્યા છે.બીજા કેસ નોકરી માટે જમીન કૌભાંડ સાથે સંબંધિત છે. રાઉઝ એવન્યુ કોર્ટ આજે આ કેસમાં લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સામે આરોપો ઘડવા અંગે પોતાનો આદેશ આપે તેવી અપેક્ષા છે. સીબીઆઈનો કેસ એ છે કે લાલુ પ્રસાદ યાદવના રેલ્વે મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન (૨૦૦૪-૨૦૦૯ વચ્ચે), બિહારના લોકોને મુંબઈ, જબલપુર, કલકત્તા, જયપુર અને હાજીપુરમાં ગ્રુપ ડીની નોકરીઓ આપવામાં આવી હતી. તેના બદલામાં, નોકરીઓ મેળવનારા લોકોએ તેમની જમીન લાલુ પ્રસાદના સંબંધીઓ/પરિવારના સભ્યોની માલિકીની કંપનીઓમાં ટ્રાન્સફર કરી હતી.
લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્ર તેજસ્વી યાદવ સામે આઇઆરસીટીસી કૌભાંડમાં આરોપો ઘડવાને લઈને બિહારમાં રાજકારણ ગરમાયું છે. તેજસ્વી યાદવે કહ્યું, “અમે આ કેસ લડીશું. અમે શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ આવા વધુ કેસ બહાર આવશે. અમે કોર્ટના નિર્ણયનું સન્માન કરીએ છીએ અને આ કેસ લડીશું. બિહારના લોકો બુદ્ધિશાળી છે; તેઓ જાણે છે કે શું થઈ રહ્યું છે. આ બધો રાજકીય બદલો છે. જે માણસે રેલ્વેને ૯૦,૦૦૦ કરોડના નફા તરફ દોરી ગયો, જેમણે દરેક બજેટમાં ભાડા ઘટાડ્યા, જેમણે ઐતિહાસિક રેલ્વે મંત્રી તરીકે સેવા આપી, તેમને આજે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હાર્વર્ડ અને આઇઆઇએમના વિદ્યાર્થીઓ લાલુ પ્રસાદ યાદવ પાસે મેનેજમેન્ટ શીખવા આવતા હતા. તેમને ‘મેનેજમેન્ટ ગુરુ’ કહેવામાં આવે છે. બિહાર અને દેશના લોકો સત્ય જાણે છે. હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ભાજપ સામે લડતો રહીશ.”
રાષ્ટ્રીય લોકશાહી જાડાણના નેતાઓએ લાલુ પરિવાર પર આકરા પ્રહારો કર્યા. જદયુના મુખ્ય પ્રવક્તાએ કહ્યું કે લાલ યાદવે તેમના મોટા ભાઈના પરિવારને નોકરીઓ આપી અને ફુલવરિયામાં જમીન વેચી દીધી. તેમણે રાબડી દેવીના કાકાના પરિવારને પણ નોકરીઓ આપી અને જમીન તેમના નામે નોંધાવી. નીરજ કુમારે કહ્યું કે આ એક કુદરતી પ્રક્રિયા છે અને ન્યાય થયો છે. હવે, લાલુ પરિવારનું ભાગ્ય નિશ્ચિત છે. એમએલસી નીરજ કુમારે તેજસ્વી યાદવને પૂછ્યું, “જા તમારા નામે મિલકત હતી, તો તમે તેને જાહેર કેમ ન કરી? જા તમે ન્યાયતંત્રને ચૂંટણી સાથે જાડી રહ્યા છો, તો તમારા વકીલે તમારી પૂછપરછ કેમ ન કરી? તમારા મતદારો સમય પર સવાલ ઉઠાવી રહ્યા છે. પરંતુ તમે કૌભાંડો દ્વારા મેળવેલી સંપત્તિનો ખુલાસો કેમ નથી કરી રહ્યા? આજે, કોર્ટે ફરીથી ન્યાય આપ્યો છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું, “આ દેશનો કાયદો સર્વોચ્ચ છે.” કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી ઊંચી હોય, કાયદો બધા માટે સમાન છે. આજે તેની સામે આરોપો ઘડવામાં આવ્યા છે; ન્યાય મળ્યો છે.” બિહારના લોકો આવા સગાવાદ, વંશવાદી અને ભ્રષ્ટ પરિવારને ફરીથી સત્તામાં જાવા માંગતા નથી. અમે માંગ કરીએ છીએ કે તેમને કડક સજા આપવામાં આવે.








































