લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ અને સારથી નાગરિક સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે ફટાકડા વિતરણ સ્ટોલનું ઉદ્‌ઘાટન મહિલા અંધશાળાની બહેનોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના પ્રમુખ રાકેશ નાકરાણી, મંત્રી રાજેશ ગઢીયા, ખજાનચી રોહિત મહેતા અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે ક્લબના પ્રમુખે જણાવ્યું હતું કે, “દિવાળી એ પ્રકાશનો પર્વ છે. અમે સમાજના એવા વર્ગની બહેનોને સન્માનિત કરીને ખુશી અનુભવીએ છીએ, જેઓ શારીરિક પડકારો છતાં જીવનમાં સકારાત્મકતા ફેલાવી રહી છે. તેમનો આત્મવિશ્વાસ અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે. તેમના દ્વારા સ્ટોલનું ઉદ્‌ઘાટન કરાવવાનો હેતુ માત્ર ફટાકડા વિતરણ જ નહીં, પણ સમાજમાં સમાનતા અને સન્માનનો સંદેશો ફેલાવવાનો પણ છે.” આ ઉદ્‌ઘાટન સમારોહમાં ખોડલધામ જિલ્લા કન્વીનર રમેશભાઈ કાથરોટિયા, સુરેશભાઈ શેખવા, ભરતભાઈ વેકરીયા, રીતેશભાઈ સોની, જે.પી. માલવિયા, રાજુભાઈ ફીણવિયા, સંજયભાઈ સભાયા, ગણપતભાઈ સેંજલીયા, અમિતભાઈ ઠુંમર તથા જીતુભાઈ વેકરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ક્લબના આ માનવતાવાદી કાર્યને બિરદાવ્યું હતું.