ધારીમાં રહેતી એક સગીરાને અજાણ્યો ઇસમ બદકામના ઈરાદે ભગાડી ગયો હતો. બનાવ અંગે સગીરાના પિતાએ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રીને અજાણ્યો ઇસમ લલચાવી, ફોસલાવી લગ્ન કે બદકામ કરવાના ઈરાદે વાલીપણામાંથી ભગાડી ગયો હતો. ધારી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ જી.આર. સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે. આ ઉપરાંત મૂળ મધ્યપ્રદેશના અને હાલ ગુંદરણ ગામે વાડીએ રહેતા એક પુરુષે મધ્યપ્રદેશના અલીરાજપુરના કઠીવાડાના વિદેશ ગુલબાસિંગ બારૈયા તેમની સગીર પુત્રીને તેમના વાલીપણામાંથી ભગાડીને લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી.