(૪) પાન કથીરી, લાલ કથીરી, દહીયો કે છાશીયા Tetraychusurticae K ઓળખ: બચ્ચા અને પુખ્ત નરી આંખે જોઈ ન શકાય તેવા બારીક, લંબગોળ, લાલ કે સફેદ રંગના ચાર જોડી પગવાળા (આઠ પગ) હોય છે. આ જીવાત જમીનમાં સુકા પાંદડા કે ડાળખામાં ભેગી થઈ સુષુપ્ત અવસ્થા ગાળે છે. વસંતઋતુમાં તે બહાર નીકળી પોતાનું જીવનચક્ર ચાલુ કરે છે. જીવન ચક્ર: માદા નવા વિકાસશીલ પાંદડાઓના અંદરના ભાગે નાના ગોળાકાર ઈંડા ઝાળામાં મૂકે છે જેની અવસ્થા પ થી ૮ દિવસની હોય છે. ઈંડામાંથી નીકળતા બચ્ચા ત્રણ જોડી પગ ધરાવે છે. બચ્ચા અવસ્થા કુલ ૬ થી ૯ દિવસમાં પૂરી થાય છે. નર કથીરી ૧ થી ૪ દિવસ અને માદા ૩ થી ૫ દિવસ જીવે છે. આ જીવાતની સાનુકૂળ વાતાવરણમાં આખા વર્ષ દરમ્યાન ૨૦ પેઢીઓ જોવા મળે છે. અફલીત ઈંડામાંથી નર પ્રજાતિ, જયારે ફલીત ઈંડામાંથી નર અને માદા બંન્ને પ્રજાતિ ઉત્પન્ન થાય છે. નુકસાન ઃ બચ્ચા અને પુખ્ત પાનમાં ઝાળુ બનાવી પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે, જેના લીધે પાન ઉપર સફેદ રંગના ડાઘ પડી જાય છે. કથીરીનો ઉપદ્રવ વધુ હોય ત્યારે દૂરથી છોડ સફેદ રંગનો અને ખેતરમાં સફેદ ધાબા કે કુંડાળા જોવા મળે છે. ઉપદ્રવનો સમય ઃ કથીરીનો ઉપદ્રવ પાકની પાછલી અવસ્થાએ વાતાવરણમાં તાપમાનનું પ્રમાણ વધારે હોય ત્યારે જોવા મળે છે. મગફળીના પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન જે તે વિસ્તારને અનુકૂળ હોય તેવી જીવાત નિયંત્રણની શકય હોય, તેટલી બધી જ પધ્ધતિઓ એકબીજા સાથે વધુ સુસંગત હોય તે રીતે અપનાવી જીવાતોની વસ્તી ક્ષમ્યમાત્રાની હદ કરતા નીચે રાખવાની પધ્ધતિને સંકલિત જીવાત વ્યવસ્થાપન કહે છે. મગફળીમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન પધ્ધતિઓની સંક્ષિપ્ત માહિતી અહીં આપવામાં આવેલ છે.
ખેતી પધ્ધતિઓથી નિયંત્રણ
• નાઈટ્રોજનયુકત ખાતરનો જરૂરીયાત મુજબ ઉપયોગ કરવો, જેથી ચુસિયા પ્રકારની જીવાતોની વસ્તિમાત્રામાં ઘટાડો રહે છે.
• દર બે ત્રણ વર્ષે પાકની ફેરબદલી કરવી.
• બીજને વાવતા પહેલા ઈમીડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુ. એસ. ૧૦ ગ્રામ/કિ.ગ્રા. બીજ દીઠ પટ આપવાથી ચુસીયા પ્રકારની જીવાતનું નિયંત્રણ મેળવી શકાય છે.
• મગફળીમાં ચોળીનો આંતરપાક કરવાથી પરભક્ષી ઢાલિયાની વસ્તી વધે તેથી મગફળીમાં મોલોનો ઉપદ્રવ ઘટે છે.
• મગફળીના ખેતરમાં જુવાર/મકાઈનો છાંટો કે તેની અમુક હાર વાવવાથી તેના પર દાળીયા અને ક્રાયસોપાને ખોરાક તેમજ આશરો મળી રહેતા મોલોમશીનો ઉપદ્રવ ઘટે છે.
યાંત્રિક પધ્ધતિઓથી નિયંત્રણ
• મોલોમશી અને સફેદ માખીના ઉપદ્રવના પૂર્વ અનુમાન માટે હેકટરે(૬.૨૫ વીઘા) ૪ થી ૭ સ્ટીકી ટ્રેપ ગોઠવવા.
જૈવિક પધ્ધતિઓથી નિયંત્રણ
• જીવાતને ખાઈ જતા પરભક્ષી દાળીયાની વસ્તી ખેતરમાં જણાય તો જંતુનાશક દવાનો છંટકાવ ન કરવો.
• ચુસિયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે લીંબોળીના મીંજનું ૫ ટકા પ્રવાહી મિશ્રણ અથવા લીંબોળીનું તેલ (૧૫૦૦ પી.પી.એમ.) ૫૦ મિ.લિ.૧૫ લિટર પાણીમાં મિક્ષ કરી છંટકાવ કરવો.
જૈવિક+ રાસાયણિક પધ્ધતિ
રાસાયણિક દવાઓ બ્યુવેરીયા બાસીયાના સાથે અડધા ડોઝમાં ભેળવી નીચે દર્શાવેલ ક્રમ પ્રમાણે જરૂરિયાત મુજબ છંટકાવ પણ કરી શકાય છે.
• બ્યુવેરીયા બાસીયાના ૮૦ થી ૧૦૦ ગ્રામ + થાયોમીથોકઝામ ૩ થી ૪ ગ્રામ પ્રતિ પંપ
• બ્યુવેરીયા બાસીયાના ૮૦ થી ૧૦૦ ગ્રામ + ડાયમીથોએટ ૧૦ થી ૧૫ મિ.લિ. પ્રતિ પંપ
બ્યુવેરીયા બાસીયાના ૮૦ થી ૧૦૦ ગ્રામ + કાર્બોસલ્ફાન ૭ થી ૧૦ મિ.લિ. પ્રતિ પંપ
બ્યુવેરીયા બાસીયાના ૮૦ થી ૧૦૦ ગ્રામ + એસીટામાપ્રીડ ૨ થી ૩ ગ્રામ પ્રતિ પંપ
રાસાયણિક પધ્ધતિ
જે તે જીવાતો ક્ષમ્ય માત્રા વટાવે ત્યારે જ રાસાયણિક જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો.
ચુસીયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવાઓ જેવી કે ડાયમીથોએટ ૩૦ ટકા ઈ.સી. ૧૦ થી ૧૫ મિ.લિ./પંપ અથવા કાર્બોસલ્ફાન ૨૫ ટકા ઈ.સી. ૭ થી ૧૦ મિ.લિ./પંપ અથવા એસીટામાપ્રીડ ૨૦ ટકા એસ.પી. ૨ થી ૩ ગ્રામ/પંપ અથવા થાયોમીથોકઝામ ૨૫ ટકા ડબલ્યુ.જી. ૩ થી ૪ ગ્રામ/પંપનો છંટકાવ જરૂરીયાત મુજબ ૧૨ થી ૧૫ દિવસના ગાળે કરવો.
કથીરીના અસરકારક નિયંત્રણ માટે ઈથીઓન ૫૦ ટકા ઈ.સી.(૧૫ લિટર પાણીમાં ૧૦ મિ.લિ. દવા) ના પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવો.
મગફળીમાં થ્રિપ્સ અને લીલી પોપટીના અસરકારક સંચાલન માટે થાયામેથોક્સામ ૧૨.૬ + લેમ્બડા-સાયહેલોથ્રિન ૯.૫ ઝેડસી ૦.૦૦૭% (૩ મિ.લિ./૧૦ લિટર પાણી) અથવા ઇમિડાક્લોપ્રિડ ૧૯.૮૧ + બીટા-સાયફ્લુથ્રિન ૮.૪૯ ઓડી ૦.૦૧% (૪ મિ.લિ./૧૦ લિટર પાણી) અથવા પાયરીપ્રોક્સીફેન ૧૦ + બાયફેન્થ્રિન ૧૦ ઇસી ૦.૦૨% (૧૦ મિ.લિ./૧૦ લિટર પાણી) ના બે છંટકાવ, જીવાતના ઉપદ્રવની શરૂઆતમાં પ્રથમ છંટકાવ અને પ્રથમ છંટકાવના ૧૫ દિવસ પછી બીજો છંટકાવ.