કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસે ફરી એકવાર રાજકીય હલચલ વધારી દીધી છે. રાહુલ ગાંધી આ દિવસોમાં મલેશિયામાં છે. આ અંગે ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી કર્ણાટકમાં હોત તો સારું થાત. પરંતુ ફરી એકવાર, તેઓ વેકેશન પર છે. તેમણે કહ્યું કે તમે એવા વ્યક્તિ વિશે શું કહી શકો જે બેદરકાર રાજકારણી જેવું વર્તન કરે છે? મારે રાહુલ ગાંધીને યાદ અપાવવું છે કે જાહેર જીવનમાં કોઈ વિરામ નથી.એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધી બિહારમાં તેમની ‘મતદાર અધિકાર યાત્રા’ પૂર્ણ કર્યા પછી મલેશિયામાં રજાઓ ગાળી રહ્યા છે. જ્યાં તેઓ સ્કૂટર ચલાવતા જાવા મળ્યા હતા, ત્યાં તેઓ પ્રખ્યાત પર્યટન સ્થળ લંગકાવીમાં પણ જાવા મળ્યા હતા. ભાજપ આ અંગે રાહુલ ગાંધી પર હુમલો કરી રહ્યું છે. રાહુલ ગાંધીની વિદેશ યાત્રા અંગે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. તેમની તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ મલેશિયામાં રજાઓ માણી રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.અગાઉ, ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ ઠ પર એક ફોટો શેર કરીને રાહુલ ગાંધી પર જારદાર નિશાન સાધ્યું હતું. અમિત માલવિયાએ લખ્યું હતું કે, “રાહુલ ગાંધી ફરી એકવાર ગુપ્ત રીતે વિદેશ ગયા છે. આ વખતે તેઓ મલેશિયાના લંગકાવીમાં રજાઓ માણી રહ્યા છે. એવું લાગે છે કે તેઓ બિહારના રાજકારણની ગરમી અને ધૂળ સહન કરી શક્્યા નથી. અથવા આ કોઈ ગુપ્ત બેઠકનો ભાગ છે, જેના વિશે જનતાને ખબર ન હોવી જાઈએ?”