ધોરાજીમાં સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ વિશાલ એપાર્ટમેન્ટ ખાતે ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું. આ વિશાલ એપાર્ટમેન્ટ કા રાજા ગણેશ મહોત્સવમાં મહિલા મંડળ દ્વારા ૫૬ ભોગના દિવ્ય દર્શન સાથે ૧૧૧ દીપમાળા સાથે મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાદમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે અગલે વર્ષ તું જલ્દી આના નારા લગાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનોએ દર્શનનો લાભ લીધો હતો.