લીલીયા તાલુકાના બવાડી પ્રાથમિક શાળાના ટેકનોલોજી શિક્ષક વરૂણભાઇ અતુલભાઇ દવે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત થયા છે. પાંચમી સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં જિલ્લા તથા તાલુકા કક્ષાએ પસંદગી પામેલા શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરીને તેમને સન્માનિત કરવામાં આવેલા. જેમાં મુખ્ય ઉપસ્થિતિ કૌશિકભાઈ વેકરીયા નાયબ દંડક ગુજરાત વિધાનસભા, જિલ્લા શિક્ષણ અધિકારી ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મિયાણી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સોલંકીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બવાડી પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષક જેઓએ ટેકનોલોજી આધારિત શિક્ષણની સાથે કુલ સાત નવતર પ્રયોગ કરેલા છે અને તેમાંથી એક નવતર પ્રયોગ રાજ્ય કક્ષાએ છે.