લાઠી-બાબરા વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા દ્વારા દહીંથરા ગામ માટે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF)ની ગ્રાન્ટમાંથી રૂ.૧.૩૪ કરોડના વિકાસ કામો મંજૂર કરાયા છે. આ ભંડોળનો ઉપયોગ ગામની પ્રાથમિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવશે. મુખ્ય મંજૂર કામોમાં પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટેના પ્રોજેક્ટ્સ, શાળાઓમાં સુવિધાઓ સુધારવા, મહિલા અને બાળ કલ્યાણની યોજનાઓ, સ્વચ્છતા સંબંધિત કામો તેમજ રસ્તા, ગટર વ્યવસ્થા અને માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું કે આ વિકાસલક્ષી કામો દહીંથરા ગામના લોકોના જીવનધોરણમાં સુધારો લાવશે અને સર્વાંગી વિકાસને વેગ આપશે.