હાલના સમયમાં માણસ એક એક ફૂટ જમીન માટે લડી રહ્યો છે. જમીન માટે ભાઈ-ભાઈનો રહ્યો નથી, ત્યારે અમરેલી જિલ્લાના ભાજપ આગેવાન અને પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંઘાડ દ્વારા ખોડલધામ ટ્રસ્ટને ૬૧ વીઘા જેટલી જમીન દાનમાં આપી અન્ય માટે પ્રેરણાદાયીકાર્ય કર્યું છે. પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડ દ્વારા ખોડલધામ ટ્રસ્ટને ૬૧ વીઘા જમીન દાનમાં આપવા બદલ ખોડલધામ સમિતિ વડીયા,લેઉવા પટેલ સમાજ વડીયા તથા તાલુકાના સર્વ સમાજ જ્ઞાતિ મંડળ દ્વારા આવતીકાલે તા. ૦૭ને ગુરૂવારના રોજ રાત્રિના ૮ઃ૧૫ કલાકે લેઉવા પટેલ સમાજ વાડી વડીયા ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ અને ઉઘાડ પરિવારનું સન્માન કરવામાં
આવશે.