અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સંચાલિત એસ.એચ. ગજેરા એમ.બી.એ. મહિલા કોલેજે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ના MBA સેમેસ્ટર IV ની યુનિવર્સિટી પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. કોલેજે ૧૦૦% પરિણામ સાથે ૧૦૦% ફર્સ્ટ ક્લાસ મેળવ્યો છે. આ સિદ્ધિ બદલ, કોલેજે યુનિવર્સિટી ટોપ-૧૦માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કોલેજની ત્રણ વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટીના ટોચના રેન્કમાં સ્થાન મેળવીને કોલેજનું ગૌરવ વધાર્યું છે. ચૌહાણ ખુશી એ. અને ભાદાણીયા નિષ્ઠા એન. એ ૯.૦૨ SPI સાથે કોલેજમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવ્યું છે, જ્યારે નવાપરીયા વિભૂતિ એસ. એ ૯.૦૦ SPI સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત અને મેનેજમેન્ટે આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ વિદ્યાર્થિનીઓની મહેનતને બિરદાવી કોલેજના સ્ટાફ, વિદ્યાર્થીઓ અને રેન્કર્સને અભિનંદન પાઠવ્યા છે.






































