સાવરકુંડલા તાલુકાના લુવારા ગામ ખાતે આવેલા સુરજવડી ડેમમાં નવા નીર આવ્યા છે. નવા નીરના વધામણાં માટે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લુવારા ગામના યુવા સરપંચ અશોકભાઈ બોરીચા, ઉપસરપંચ રણુભાઈ ચાંદુ સહિત લુવારા ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાવરકુંડલા-લીલીયા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સરપંચ અશોકભાઈ બોરીચા અને ગ્રામજનોએ ધારાસભ્યને રજૂઆતો કરી હતી. જેમાં ડેમને ઊંડો ઉતારવો, નર્મદાનું પાણી નાખવા, લુવારા અને આંબરડી ગામને જોડતો પુલ બનાવવો, અને ગામમાં નવા ટી.સી. નાખવા સહિતની રજૂઆતો કરી હતી. ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ આ તમામ રજૂઆતોને ધ્યાનમાં લઈને તાત્કાલિક વિકાસના કામો શરૂ કરવાની ખાતરી આપી હતી.








































