સાવરકુંડલામાં જાહેર રોડ પરથી વરલી મટકાનો જુગાર રમતાં ઈસમો ઝડપાયા હતા. અલારખભાઇ નનુભાઇ રાઠોડ, છગનભાઇ નાનજીભાઇ વાઘેલા તથા રફીકભાઇ રીક્ષા ગેરેજવાળા જાહેરમાં રોડ પર વરલી મટકાના આંક ફરકના આંકડા લખી વરલી મટકાના આંક ફરકાના આંકડા લખતા ઝડપાયા હતા. પોલીસે આંકડા લખેલા ડાયરી, એક મોબાઇલ તથા રોકડા ૧૦૮૩૦ મળી કુલ ૨૦,૮૩૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.એલ. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.








































