અમરેલી ખાતે રહેતા શિક્ષક દંપતિ કૈલાસબેન સતાણી અને રસિકભાઈ સતાણીના પુત્ર જીત સતાણી એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષમાં બીજે મેડિકલ કોલેજ ખાતે અભ્યાસ કરી રહ્યો છે. અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટના વખતે જીત અને તેના મિત્રો મેડિકલ કોલેજના મેસમાં બપોરનું ભોજન લઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ પ્લેન મેડિકલ કોલેજના મેસ બિલ્ડીંગ સાથે અથડાયું હતું.જેને કારણે નાસભાગ મચી ગઈ હતી. આ અંગે જીતના માતા કૈલાસબેન સતાણીએ જણાવ્યું હતું કે તેના પુત્રનો ચમત્કારિક બચાવ થયો હતો અને ઘટના બાદ જીત એકદમ ગભરાઈ ગયો હતો અને કોઈપણ સાથે વાતચીત કરી શકે તેવી સ્થિતિમાં ન હતો. કૈલાસબેન સાથેની વાતચીતમાં જીતે જણાવ્યું હતું કે આ ઘટનામાં તેના ઘણા સાથી મિત્રો ઘાયલ થયા છે અને કેટલાક મૃત્યુ પણ પામ્યા છે.