બગસરા એસ.ટી. બસ સ્ટેશન ખાતે કર્મચારીઓ માટે વિનામૂલ્યે મેડીકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતુ. આ કેમ્પનો એસ.ટી. કર્મચારીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં કર્મચારીઓનુ બ્લડ પ્રેશર, ડાયાબીટીશ તેમજ અન્ય રોગોની તપાસણી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા મેડીકલ ચેકઅપમાં ૭ર જેટલા એસ.ટી. કર્મચારીઓએ આરોગ્ય તપાસણી કરાવી હતી તેમ ડેપો મેનેજર ગઢવીની યાદીમાં જણાવાયું છે.