ગુજરાતમાં મતદારયાદી સુધારણા (એસઆઇઆર)ને લઈને કોંગ્રેસનો વિરોધનો વંટોળ હજી શાંત પડતો નથી. રાજ્યના લગભગ દરેક જિલ્લામાં કોંગ્રેસ (ર્ઝ્રહખ્તિીજજ) આ મતદારયાદી સુધારણા (એસઆઇઆરનો વિરોધ કરી રહી છે. સ્વાભાવિક છે પછી આ વિરોધમાં સુરત પણ કેમ પાછું રહી જાય.
સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ ચૂંટણીપંચના અધિકારીઓની મનમાની સામે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. તેમનો આરોપ છે કે ચૂંટણીપંચના અધિકારીઓએ મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન મનસ્વી રીતે વર્તણૂક કરી છે. તેમની આ મનસ્વી વર્તણૂકના કારણે સુરતમાં કેટલાય મતદારો મતદાનના તેમના બંધારણીય અધિકારથી વંચિત રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
આમ વિપુલ ઉધનાવાલાએ સ્પેશ્યલ ઇન્સેન્ટવ રિવિઝનના નિયમોનો ધરાર ભંગ કરવામાં આવ્યો હોવાનું જણાવતા કાયદાકીય જંગ શરૂ કર્યો છે. વિપુલ ઉધનાવાલાએ એડવોકેટ ઝમીર શેખ દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટર્સ રુલ્સ ૧૯૬૦ હેઠળ જે ફરજિયાત નિયમો ઘડવામાં આવ્યા છે તેનું મતદારયાદી સુધારણાની પ્રક્રિયા દરમિયાન પાલન કરવામાં આવ્યું નથી.
તેમણે ઉમેર્યુ હતું કે મતદારયાદી સુધારણાની ક્રિયા સામે વાંધો નથી, પરંતુ તે જે કાયદાકીય જાગવાઈઓના પાલન સાથે કરવી જાઈએ તે રીતે કરવામાં આવતી નથી. ચૂંટણીપંચના અધિકારીઓને મનસ્વી વલણે ઘણી તકલીફો સર્જી છે. આ અધિકારીઓ કાયદાકીય મર્યાદાની બહાર જઈ કામ કરતાં જાવાનો આક્ષેપ કેમણે કર્યો છે. તેથી આ પ્રકરણને ગુજરાત હાઈકોર્ટ હાથમાં લે અને ન્યાય કરે તેવી માંગ તેમણે કરી છે. ગુજરાત હાઇકોર્ટ આગામી દિવસોમાં આ મુદ્દે સુનાવણી કરશે. આમ સુરતના રાજકીય વર્તુળોમાં મતદારયાદી સુધારણા ચર્ચાસ્પદ મુદ્દો બની ગયો છે. આગામી દિવસોમાં તેને લઈને કોર્ટની અંદર અને રાજકારણના સમરાંગણમાં બંને સ્થળોએ લડત અને સંઘર્ષ જાવા મળે તો આશ્ચર્ય નહી થાય.
આ પહેલા વડોદરા શહેર કોંગ્રેસે પણ શાસક પક્ષ પર એસઆઇઆરની પ્રક્રિયા દ્વારા મતદારયાદીમાંથી નામો કાઢી નાખવાનો આક્ષેપ કર્યો હતો. તેની સાથે લગભગ ૪૭ હજારથી પણ વધારે નામો મતદારયાદી સુધારણાની પ્રક્રિયાના નામે કમી કરવાનો આક્ષેપ તેઓએ કર્યો હતો. દરેક શહેરોમાં કોંગ્રેસે મતદારયાદી સુધારણા પ્રક્રિયા સામે આક્રમક વલણ અપનાવ્યું છે.