મહાદેવ ભારતી બાપુ, જેઓ લઘુમહંત તરીકે ભારતી આશ્રમમાં સેવા આપતા હતા, છેલ્લા ૩ દિવસથી ગુમ હતા. તેમના ગુમ થવાની જાણ થતાં પોલીસ અને અન્ય સંબંધિત વિભાગના કાફલાઓને શોધખોળ માટે જંગલ વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા.૨૪૦ પોલીસકર્મીઓ અને ૩૦ વનકર્મીઓ તેમને શોધવાના કામમાં લાગ્યા હતા. બીજી તરફ એસડીઆરએફ ટીમના ૪૦ જવાનો પણ સર્ચમાં જાડાયા હતા. અને જટાશંકર પાસેથી સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું.ગિરનારનો વિસ્તાર ૧૮૨.૫૪ ચોરસ કિલોમીટરમાં પથરાયેલો છે, તેથી તેમનો શોધવા સરળ નહોતા. જંગલ વિસ્તારમાં તપાસ દરમિયાન મહાદેવ ભારતી બાપુ અશક્ત હાલતમાં મળી આવ્યા હતા.મહાદેવ ભારતી બાપુના સુરક્ષિત મળવાથી આશ્રમના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને બાપુની તબિયત હાલ સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.જૂનાગઢ સ્થિતિ પ્રતિષ્ઠિત ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ રહસ્યમય સંજાગોમાં ગુમ થતાં સમગ્ર ગુજરાતના સંત સમાજ અને તેમના અનુયાયીઓમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. . મહાદેવ ભારતી બાપુએ આશ્રમમાંથી ગુમ થતા પહેલાં એક ચિઠ્ઠી પણ લખી હોવાનું સામે આવ્યું હતું.. જેમાં તેમણે કેટલાક શખ્સોના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો.. જેનાથી આ કેસની ગંભીરતા વધી હતી. .