વર્ષ ૨૦૦૩ માં જાનશીન ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી સેલીના જેટલી છેલ્લા ઘણા સમયથી ફિલ્મી પડદાથી દૂર છે. પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી અભિનેત્રી લોકો સાથે કનેક્ટ રહી. જાકે સેલીના જેટલી હાલ તેની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને તેમાં જણાવ્યું છે કે તેના પતિએ ૧૫ મી વેડિંગ એનિવર્સરીના ગિફ્ટમાં તેને ડિવોર્સ પેપર્સ આપ્યા. સાથે જ તેણે પોતાની સાથે થયેલા ખરાબ વર્તન બાળકોથી અલગ કરવું અને કાયદાકીય પ્રક્રિયા વિશે વાત કરી છે. સેલીના જેટલી એ જણાવ્યું કે ૧૧ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ તેણે પાડોશીઓની મદદથી રાત્રે ૧ઃ૦૦ વાગે દેશ છોડ્યો. તે શોષણ અને ખરાબ વ્યવહારથી છુટકારો મેળવવા માંગતી હતી તેથી તે મજબૂરીમાં ઘર છોડી ભારત આવી ગઈ.
સેલીના જેટલી એ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે તેના પતિએ તેને બાળકોથી દૂર કરી દીધી. સાથે જ તેને ડરાવતો હતો અને ધમકાવતો હતો. બાળકો પાસે પણ તેના વિરુદ્ધ વાતો કરાવવામાં આવી. આ ખરાબ વર્તનની શરૂઆત સપ્ટેમ્બર મહિનામાં થઈ. જ્યારે તેના પતિએ તેને ડિવોર્સ નોટિસ આપી. સેલીના જેટલી જણાવ્યું કે એનિવર્સરી ના દિવસે પતિ તેને કારમાં લઈ ગયો હતો અને કહ્યું હતું કે એનિવર્સરી નું ગિફ્ટ લેવા જઈ રહ્યા છીએ. ત્યાર પછી તેને ડિવોર્સ નોટિસ આપવામાં આવી.
સેલીના જેટલીના જણાવ્યા અનુસાર તેના લગ્ન જીવનમાં સમસ્યાઓ હતી તેથી તે શાંતિથી અને સારી રીતે સંબંધથી અલગ થવા માંગતી હતી જેથી બાળકોના ભવિષ્ય સાથે કોઈ સમજૂતી કરવી ન પડે પરંતુ તેમ છતાં તેની સામે ગરીમા છીનવાઈ તેવી શરતો રાખવામાં આવી. તેણે પોતાના બાળકોની દેખભાલ સારી રીતે કરી તેમ છતાં એક જ મિનિટમાં તેની દુનિયા તેનાથી છીનવી લેવામાં આવી.
મહત્વપૂર્ણ છે કે આજે જે સેલીના જેટલી પર્સનલ લાઈફની સમસ્યાના કારણે ચર્ચામાં છે તે વર્ષ ૨૦૦૧ માં ફેમીના મિસ ઇન્ડિયન  બની ચૂકી છે. વર્ષ ૨૦૦૧માં તે મિસ યુનિવર્સ સ્પર્ધામાં ચોથી રનર અપ રહી હતી. ત્યાર પછી વર્ષ ૨૦૦૩ માં તેણે બોલીવુડમાં એન્ટ્રી કરી અને એક્ટર ફરદિન ખાન સાથે પહેલીવાર જાવા મળી. મિસ ઇન્ડિયા બન્યા પછી સેલીના જેટલીની લોકપ્રિયતા એટલી વધી કે તેને આધારે તેને ફિલ્મો ઓફર થવા લાગી.
સેલીના જેટલી એ વર્ષ ૨૦૦૩ માં ફિલ્મ ખેલ, જાનશીનમાં કામ કર્યું, ત્યાર પછી ૨૦૦૫ માં આવેલી કોમેડી ફિલ્મ નો એન્ટ્રીમાં પણ તે જાવા મળી. આ સિવાય તેણે અપના સપના મની મની, ગોલમાલ રિટર્ન, થેંક્યું , વિલ યુ મેરી મી જેવી ફિલ્મમાં પણ કામ કર્યું છે.
સેલીના જેટલી એ વર્ષ ૨૦૧૧માં અભિનેત્રીએ ઓસ્ટ્રેલિયાએ બિઝનેસમેન અને હોટલ વ્યવસાય પીટર હાલ સાથે લગ્ન કર્યા. લગ્નના એક વર્ષ પછી તેને ટ્વિન્સ  બાળકોને જન્મ આપ્યો.