દેશની મોટાભાગની નદીઓ સંપૂર્ણ પૂરમાં છે અને વિનાશ સર્જી રહી છે. સેન્ટ્રલ વોટર કમિશને જણાવ્યું હતું કે દિલ્હીમાં એક મોનિટરિંગ સેન્ટર સહિત અન્ય મોનિટરિંગ સેન્ટરોએ અહેવાલ આપ્યો છે કે ૨૧ નદીઓ “પૂરની ગંભીર સ્થિતિમાં” છે જ્યારે ૩૩ અન્ય નદીઓ સામાન્ય સ્તરથી ઉપર વહી રહી છે. પૂરથી ગંભીર રીતે પ્રભાવિત ૨૧ નદીઓમાં બિહારમાં નવ, ઉત્તર પ્રદેશમાં આઠ અને દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં એક-એક નદીનો સમાવેશ થાય છે. સામાન્ય કરતાં વધુ પાણીના સ્તર ધરાવતી ૩૩ નદીઓમાં ઉત્તર પ્રદેશમાં નવ, બિહારમાં સાત, આસામમાં સાત, ઉત્તરાખંડમાં બે, ઓડિશામાં બે, તેલંગાણામાં બે અને આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં એક-એક નદીનો સમાવેશ થાય છે.ઉત્તરીય પહાડી રાજ્યો હાઇ એલર્ટ પર છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને બિયાસ, સતલજ, ચિનાબ, રવિ, અલકનંદા અને ભાગીરથી નદીઓમાં પાણીના સ્તરમાં અચાનક વધારો થવાની સંભાવના છે. જમ્મુ અને કાશ્મીરમાં, ચિનાબ, તાવી, ઝેલમ અને સિંધુ ખીણો પૂરના ઉચ્ચ જાખમમાં છે, ખાસ કરીને કિશ્તવાડ, ડોડા, કઠુઆ, અનંતનાગ અને પુલવામા જિલ્લામાં.યમુના નદીના વધતા પાણીના સ્તરને કારણે દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં શેરીઓ અને બજારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે આ વિસ્તારોમાં રહેતા લોકો અને દુકાનદારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. યમુનાના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે મજનુ કા ટીલા, મદનપુર ખાદર અને બદરપુરના રહેવાસીઓ હવે કામચલાઉ આશ્રયસ્થાનોમાં રહી રહ્યા છે અને પાણી ઓસરવાની રાહ જાઈ રહ્યા છે. બપોરે ૧ વાગ્યે યમુનાનું પાણી ૨૦૭ મીટર નોંધાયું હતું. અધિકારીઓએ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા અને લોખંડના રેલ્વે પુલને ટ્રાફિક માટે બંધ કરી દીધો હતો. આ અસરગ્રસ્ત પરિવારો માટે વાસ્તવિક પડકાર ત્યારે શરૂ થશે જ્યારે નદીનું પાણી ઓસરવાનું શરૂ થશે કારણ કે તેમને પોતાનું જીવન પાટા પર પાછું લાવવા માટે ફરીથી સંઘર્ષ કરવો પડશે. મજનુ કા ટીલા બજાર પાણી ભરાઈ જવાને કારણે ઉજ્જડ થઈ ગયું હતું.યમુના નદીનું પાણી દિલ્હીના સૌથી જૂના અને વ્યસ્ત સ્મશાન ઘાટ, નિગમબોધ ઘાટમાં પ્રવેશ્યું, જેના કારણે ત્યાં અÂગ્નસંસ્કાર અસ્થાયી રૂપે બંધ થઈ ગયા, અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે બપોરે સ્મશાનગૃહમાં અÂગ્નસંસ્કાર બંધ કરવામાં આવ્યા હતા અને ફક્ત સવારે શરૂ થયેલા જ પૂર્ણ થયા હતા. લાલ કિલ્લાની પાછળ રિંગ રોડ પર સ્થિત, નિગમબોધ ઘાટમાં ૪૨ સ્મશાનગૃહ છે. તે શહેરનું સૌથી જૂનું, સૌથી મોટું અને વ્યસ્ત સ્મશાનગૃહ છે. અહીં દરરોજ સરેરાશ ૫૫ થી ૬૦ અગ્નિસંસ્કાર થાય છે. વધતા પાણીના સ્તરને કારણે વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ઘાટ પર હાજર એક મેનેજમેન્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, “પહેલાં ફક્ત વરસાદનું પાણી પરિસરમાં પ્રવેશ્યું હતું, પરંતુ ઉપરથી લગભગ સાતથી આઠ ફૂટ ઊંચી દિવાલને નુકસાન થયું હતું અને તેનો લગભગ બે ફૂટ ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે યમુનાનું પાણી અંદર આવવા લાગ્યું હતું.ભારતીય સેનાની પશ્ચિમી કમાન્ડ જમ્મુ અને કાશ્મીર અને પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ‘ઓપરેશન રાહત’ હેઠળ બે અઠવાડિયાથી વધુ સમયથી ૨૪ કલાક એક વિશાળ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી ચલાવી રહી છે.