કેરળના કાસરગોડ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ૧૬ વર્ષના છોકરા પર ૨ વર્ષ સુધી ૧૪ અલગ-અલગ લોકો દ્વારા જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. પોલીસે આ કેસમાં ૯ લોકોની ધરપકડ કરી છે, જેમાં ૨ સરકારી કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. છોકરાના શોષણની આ ઘટના કાસરગોડ તેમજ કન્નુર અને કોઝિકોડ જિલ્લામાં બની હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપીએ મોબાઇલ એપ દ્વારા છોકરા સાથે મિત્રતા કરી હતી, તેમણે જણાવ્યું કે છોકરા સાથે મિત્રતા કર્યા પછી, આરોપીએ તેની સાથે ખોટું કૃત્ય કર્યું. તે એક સગીર છોકરાને હોટલમાં લઈ ગઈ અને દારૂ પીવડાવીને ઘણા દિવસો સુધી તેના પર બળાત્કાર કર્યો, હવે કોર્ટે મહિલાને ૨૦ વર્ષની જેલની સજા ફટકારી છેઆ ચોંકાવનારી ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે છોકરાની માતાએ તેના ઘરે એક અજાણી વ્યક્તિને જાઈ. છોકરાની માતાને જાતા જ તે વ્યક્તિ ભાગી ગયો. જ્યારે માતાએ તેના પુત્રને પૂછપરછ કરી, ત્યારે તેણે તેને બધું કહ્યું. આ પછી, માતાએ ચાઇલ્ડલાઇનને જાણ કરી, જેણે પોલીસને જાણ કરી. છોકરાના નિવેદનના આધારે, પોલીસે છેલ્લા બે દિવસમાં ૧૪ અલગ અલગ કેસોમાં  પોસ્કો એક્ટ, ૨૦૧૨ હેઠળ કેસ નોંધ્યા છે. છોકરા સાથે તેના ઘરે અને અન્ય સ્થળોએ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.કાસરગોડમાં ૮ કેસોની તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે, જેમાં એક ડેપ્યુટી એસપી અને ૪ ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. બાકીના ૬ કેસ, જે કન્નુર અને કોઝિકોડમાં બન્યા હતા, તે ત્યાંની પોલીસને સોંપવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ૧૪ આરોપીઓની ઉંમર ૨૫ થી ૫૧ વર્ષની વચ્ચે છે. તેમણે કહ્યું કે આરોપીઓમાંથી એક રેલવે કર્મચારી પણ છે. અત્યાર સુધીમાં, કેરળ પોલીસે આ કેસમાં ૯ લોકોની ધરપકડ કરી છે, અને બાકીના લોકોની શોધ ચાલુ છે. પોલીસ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે જેથી પીડિતાને ન્યાય મળી શકે.