અમરેલી જિલ્લામાં સેવાકીય અગ્રણી તરીકે નામના મેળવનાર બાવાભાઈ ભીખાભાઈ મોવલીયાનું થોડા દિવસો પહેલા જ દુઃખદ નિધન થતા સમગ્ર પંથકમાં ઘેરો શોક છવાયો હતો. જિલ્લાની અનેક સામાજીક સંસ્થાઓ અને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી વસંતભાઈ મોવલીયા અને જલ્પેશભાઈ મોવલીયાના પિતાશ્રીનાં નિધનને કારણે અનેક રાજકીય અને સામાજિક આગેવાનોએ દિલસોજી પાઠવી હતી. સ્વ.બાવાભાઈ મોવલીયાના મુમૂક્ષ આત્માની શાંતિ માટે સેવાકિય કાર્યો કરવામાં આવશે. નાની કુંકાવાવ ગામે આજે રાત્રિના ૮ઃ૩૦ કલાકે રામભરોસે ગૌશાળા ધૂન મંડળ દ્વારા ધૂન અને આવતીકાલ મંગળવારના રોજ રાત્રીનાં ૯ઃ૦૦ કલાકે ભજનસંધ્યાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં પ્રસિધ્ધ ભજનસમ્રાટ વિમલ મહેતા પોતાનો ભક્તિરસ પીરસશે, તો ભજનસંધ્યામાં પધારવા માટે મોવલીયા પરિવારે તમામ લોકોને આમંત્રણ પાઠવ્યુ છે.