પ્રખ્યાત પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીની પુત્રીની કારને અકસ્માત નડ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોલકાતાના ડાયમંડ હાર્બર રોડ પર બેહાલા ચોરાસ્તા વિસ્તારમાં તેમની કારનો અકસ્માત થયો હતો. સૌરવ ગાંગુલીની પુત્રી કારમાંથી બહાર આવી
આભાર – નિહારીકા રવિયા હતી ત્યારે એક ટ્રકે તેની કારને ટક્કર મારી હતી. અકસ્માત સમયે સૌરવ ગાંગુલીની પુત્રી કારમાં હાજર હતી અને કારને તેનો ડ્રાઈવર ચલાવી રહ્યો હતો. ઘટના બાદ ટ્રક ચાલક ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જા કે તે પકડાઈ ગયો છે. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.
વાસ્તવમાં, પૂર્વ ભારતીય કેપ્ટન અને પૂર્વ બીસીસીઆઇ પ્રમુખ સૌરવ ગાંગુલીની પુત્રી સના ગાંગુલીની કાર શુક્રવારે સાંજે અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં તેને સામાન્ય ઈજા થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે કાર દ્વારા ક્યાંક જઈ રહી હતી, તે દરમિયાન એક ટ્રકે તેની કારને ટક્કર મારી. આ સમગ્ર ઘટના શુક્રવાર સાંજની કહેવાય છે. આ દુર્ઘટના સૌરવ ગાંગુલીના ઘરથી થોડે દૂર થઈ હતી.
પોલીસનું કહેવું છે કે એક ટ્રકે સૌરવ ગાંગુલીની કારને ટક્કર મારી હતી. દુર્ઘટના સમયે કારમાં સૌરવ ગાંગુલીની પુત્રી અને તેનો ડ્રાઈવર હાજર હતા. જા કે આ ઘટનામાં કોઈ નુકશાન થયું નથી. કારમાં બેઠેલા બંને લોકો સલામત છે અને તેઓ બચી ગયા હતા. ઘટના બાદ ટ્રકના ચાલકે ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ પછી સ્થાનિક લોકો અને પોલીસે તેનો પીછો કર્યો. થોડો પીછો કર્યા બાદ ચાલક ઝડપાઈ ગયો હતો. હાલ પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.