લિયોનેલ મેસ્સીના કોલકાતા કાર્યક્રમ દરમિયાન સોલ્ટ લેક સ્ટેડિયમમાં અરાજકતા જાવા મળી હતી, જેમાં ભારતની મુલાકાતે આવેલા પ્રખ્યાત ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ હાજરી આપી હતી. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી અને બંગાળ ક્રિકેટ એસોસિએશનના વર્તમાન પ્રમુખ પણ આ કાર્યક્રમમાં હાજર હતા. સોલ્ટ લેક સ્ટેડિયમમાં કાર્યક્રમ પછી તેમના વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ તેમણે હવે કોલકાતાના લાલબજારમાં આર્જેન્ટિના ફેન ક્લબના પ્રમુખ ઉત્તમ સાહા સામે માનહાનિનો દાવો દાખલ કર્યો છે.આર્જેન્ટિના ફેન ક્લબના પ્રમુખ ઉત્તમ સાહા સામે સૌરવ ગાંગુલીએ કોલકાતા ક્રાઈમ બ્રાન્ચમાં દાખલ કરેલા ૫૦ કરોડના માનહાનિના દાવોમાં તેમના વિરુદ્ધ વારંવાર ખોટા અને વિવાદાસ્પદ આરોપોનો સમાવેશ થાય છે, જેનાથી તેમના વ્યક્તિગત સન્માનને ઠેસ પહોંચી છે અને જાહેરમાં તેમના પાત્ર અને પ્રતિષ્ઠાને બદનામ કરવામાં આવી છે. સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે ઉત્તમ સાહાએ આ બધું જાણી જાઈને કર્યું હતું, અને આ માટે તેમણે કાનૂની નોટિસ મોકલીને ૫૦ કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે. ગાંગુલીએ એમ પણ કહ્યું હતું કે તેઓ સોલ્ટ લેક સ્ટેડિયમમાં કાર્યક્રમમાં મહેમાન તરીકે હાજરી આપી હતી અને મેસ્સીના પ્રદર્શન સાથે તેમનો કોઈ સંબંધ નથી. સૌરવ ગાંગુલીએ દાખલ કરેલા મુકદ્દમા બાદ, હવે બધાની નજર કેસની સુનાવણી પર છે.લિયોનેલ મેસ્સી ૧૩ ડિસેમ્બરે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જે ભારતના તેમના ત્રણ દિવસના પ્રવાસનો પહેલો કાર્યક્રમ હતો. ત્યાં તેમને જાવા માટે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી, અને મેસ્સી નિર્ધારિત સમય પહેલાં સ્ટેડિયમ છોડીને ચાલ્યા ગયા હતા, જેનાથી ચાહકો ગુસ્સે થયા હતા. આના કારણે સોલ્ટ લેક સ્ટેડિયમમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી, જેમાં ઘણી હસ્તીઓ હાજર રહી હતી.








































