ગીર સોમનાથ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા પ્રભાસ પાટણના લીલાવતી ભવનમાં પાંચ દિવસીય સ્ટુડન્ટ પોલીસ કેડેટ (જીઁઝ્ર) સમર કેમ્પ યોજાયો. શ્રી સીમર કન્યા પ્રાથમિક શાળાના ધોરણ ૮ અને ૯ના ૪૪ બાળકોએ ભાગ લીધો હતો. આ કેમ્પનો હેતુ બાળકોમાં સર્જનાત્મકતા અને સ્વયંશિસ્ત વિકસાવવાનો હતો. જેમાં ક્રાફ્‌ટ વર્ક, ચિત્રકામ,
વકૃત્વ સ્પર્ધા, પરેડ, અને વિવિધ સ્થળોની મુલાકાત કરાવાઈ હતી. બાળકોને રમતો રમાડી અને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. કેમ્પના અંતિમ દિવસે વેરાવળ મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ. ગોસ્વામીએ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.