સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે ૧૪૨મો ‘થર્સડે થોટ’ (વિચારોનું વાવેતર) કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને કેન્દ્રમાં રાખીને સમયના મહત્વ અને વ્યવસ્થાપન અંગે મહાનુભાવોએ માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, સમય અને જીવનને રોકી શકાતું નથી અને ગયેલો સમય પાછો મળતો નથી. સમયને સંપત્તિ ગણાવી તેમણે ઉમેર્યું હતું કે, પહેલા માણસ પ્રકૃતિ સાથે જીવતો હતો, હવે તે એલાર્મ અને ઘડિયાળના કાંટે જીવે છે. તેમણે સૂર્ય ઘડિયાળથી લઈને આધુનિક ક્વાર્ટ