વડીયામાં રહેતી એક યુવતીના લગ્ન સુરત ખાતે થયા હતા. જે બાદ પતિએ તથા સાસરિયાએ સિતમ ગુજાર્યો હતો. પતિ તથા નણંદે ગાળો આપી હતી. જ્યારે જેઠે લાફો માર્યો હતો. આ અંગે મનીષાબેન રાજેશભાઇ કાનાણી (ઉ.વ.૪૩)એ પતિ રાજેશભાઇ મેધજીભાઇ કાનાણી, જેઠ મધુભાઇ મેધજીભાઇ કાનાણી, જેઠાણી ભાવીશાબેન મધુભાઇ કાનાણી તથા નણંદ રેખાબેન જસમતભાઇ ઠેસીયા સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ ઘરકામ તેમજ ચારિત્ર્ય બાબતે શંકા કરતા હતા. બાળકો બાબતે મેણા-ટોણા માર્યા હતા તેમજ દુઃખ-ત્રાસ આપ્યો હતો. જેઠે લાફા માર્યા હતા. જ્યારે પતિ તથા નણંદે ગાળો આપી હતી. અમરેલી મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.આર. પટોળીયા વધુ તપાસ કરી રહ્યા છે.








































