રાજકોટના સુલતાનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એ. ખાચરની અચાનક થયેલી બદલીના વિરોધમાં સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો છે. માત્ર ૧૧ મહિનાના ટૂંકા ગાળામાં કાયદો અને વ્યવસ્થા સુધારનારા આ પ્રામાણિક અધિકારીની બદલી રદ કરાવવા ૨૬ ગામોના સરપંચો અને ગ્રામજનો એકજૂથ થયા છે. આ લોકપ્રિય અધિકારીના સમર્થનમાં સુલતાનપુર ગામે સ્વૈચ્છિક સજ્જડ બંધ પાળ્યો હતો અને બજારો સંપૂર્ણ બંધ રહ્યા હતા. સ્થાનિક આગેવાનો અને સરપંચોના જણાવ્યા અનુસાર, તેમના કાર્યકાળમાં અસામાજિક તત્વો પર કડક લગામ આવી છે.









































