સાવરકુંડલા ખાતે આવેલા સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમે મહાશિવરાત્રિ મહોત્સવનો ભવ્ય સમારોહ યોજાયો હતો. આ અવસરે સમૂહ પાર્થિવ શિવલિંગ મહાપૂજા તેમજ પૂજ્ય દાદા ગુરુદેવ સ્વામીજગદીશ્વરાનંદજીના જીવનચરિત્ર ગ્રંથ “જીવન સુધા” અને પૂજ્યપાદ સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા રચિત “સદ્દવિચાર દિવાકર” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.પ્રભાતે શિવસ્ત્રોત પાઠ, પ્રાર્થના, ધૂન અને સંકીર્તન સાથે ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું. સ્વામી ભોલાનંદ સરસ્વતીજીએ શિવતત્વ, શિવરાત્રિ વ્રતનો મહિમા અને જીવ-શિવ એકતાના વિષય પર પ્રવચન આપ્યું. પુસ્તક વિમોચન કાર્યક્રમમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સહિત આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં હજારો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. રક્તદાન કેમ્પમાં ૨૦૮ બોટલ રક્ત એકત્રિત થયું હતુ.









































