દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલાના નવા બસ સ્ટેન્ડ સામે સવારે ૯ઃ૦૦ કલાકે વિનામૂલ્યે આયુર્વેદિક વરિયાળી શરબત કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રનું ઉદ્ઘાટન માનવ મંદિરના ભક્તિરામબાપુ અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પહેલનો ઉદ્દેશ્ય ઉનાળાની ધોમધખતી ગરમીમાં નગરજનોને રાહત અને શીતળતા આપવાનો છે.