સાવકુંડલામાં રહેતા એક યુવકને નવરાત્રીના આયોજનમાં થયેલી બોલાચાલીનો ખાર રાખીને ફટકારવામાં આવ્યો હતો. બનાવ અંગે હાર્દીકભાઇ મનજીભાઇ મકવાણા (ઉ.વ.૨૫)એ જીગ્નેશભાઇ ઉર્ફે જીગો મનુભાઇ બગડા રહે.આંબરડી તા.સાવરકુંડલા તથા એક અજાણ્યા વ્યક્તિ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ચારેક મહિના પહેલા સાવરકુંડલા બાયપાસ રોડે આવેલ સતનામ આશ્રમમાં તેમના સમાજના નવરાત્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પાર્ટી પ્લોટમાં જીગ્નેશભાઈ બગડા તથા સમાજના અમુક માણસો વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો. આ ઝઘડો ફરિયાદીએ કર્યો હોય તેવું આરોપીએ સમજી આ બાબતનું મનદુઃખ રાખી બદલો લેવા માટે ઈરાદાપૂર્વક તેને નીચે પછાડી દીધો હતો. જેમાં તેમને ઇજા થઈ હતી ઉપરાંત લોખંડના પાઇપ વડે આડેધડ મુઢમાર મારતાં ટચલી આંગળીમાં હાડકું ખસી ગયું હતું.