સાવરકુંડલામાં કોમી એકતા અને ભાઈચારાની લાગણી વચ્ચે જશને ઈદે મિલાદુનબીનું જુલૂસ શાંતિપૂર્ણ રીતે શાનોશોકતથી ઉજવાયું હતું. ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ઠેર ઠેર જુલૂસ નીકળ્યા હતા. જેમાં સાવરકુંડલા ખાતે પીરે તરીકત દાદાબાપુ કાદરીની દુઆ અને પીર સૈયદ મુનીર બાપુ કાદરીની રાહબરી નીચે અત્રેની જુમ્મા મસ્જિદ પાસેથી એક વિશાળ જુલૂસ નીકળેલ હતું. આ જુલૂસ શહેરના વિવિધ વિસ્તારમાં ફર્યું હતું. લીમડી ચોકના વિશાળ પટાંગણમાં ધર્મસભાના રૂપમાં ફેરવાઈ ગયેલ હતું ત્યાં નાત શરીફ સલાહ તો સલામ વિગેરે ધાર્મિકમય કાર્યક્રમ કરી સમાપ્ત કરવામાં આવેલ હતું. આ જુલૂસમાં વિવિધ જ્ઞાતિના પ્રમુખો સાદા તે ઉમા એ ઉલમ કિરામે સહિત હજારોની સંખ્યામાં મુસ્લિમ જોડાયા હતા.