અમરેલી જિલ્લામાં વિદેશી દારૂનો વેપલો યથાવત રહેવા પામ્યો છે. જેમાં સાવરકુંડલામાં ઓટો રીક્ષામાં થતી દારૂની ખેપ ઝડપાઈ હતી. સોયબ સીકંદરભાઇ ચૌહાણ (ઉ.વ.૨૨) તથા તુષાર ઉર્ફે ભુરો ગુણવંતભાઇ બગડા પોતાના હવાલાવાળી ઓટો રીક્ષામાં પાસ પરમીટ વગર ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાયા હતા. પોલીસે દારૂની ૮૬ બોટલો, ઓટો રીક્ષા, મોબાઈલ મળી કુલ ૯૯,૧૨૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એન. ખસતીયા વધુ તપાસ કરી રહ્યા છે.




































