ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસ, ઇદે મિલાદુન્નબીના પવિત્ર તહેવાર નિમિત્તે સાવરકુંડલામાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. પીર સૈયદ મુનિરબાપુ કાદરીની આગેવાની હેઠળ, શહેરની તમામ ખાનગી, સરકારી અને સંસ્થાકીય હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સરાહનીય કાર્યક્રમમાં અલીભાઈ જાખરા, ઇકબાલ ગોરી, અક્રમ ખોખર અને અન્ય સભ્યોએ સક્રિય ભાગ લીધો હતો.