સાવરકુંડલાની બ્રાન્ચ શાળા નંબર ૨ કન્યાશાળામાં ધોરણ ૬ થી ૮ની દીકરીઓએ વાલી સંમેલન દરમિયાન અનોખો માહોલ સર્જ્યો હતો. દીકરીઓએ પ્રેમથી પોતાના માતા-પિતાનું પૂજન-અર્ચન કરીને આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે માતા-પિતાએ દીકરીઓને વચન આપ્યું હતું કે, “તમારે જેટલો અભ્યાસ કરવો હોય કે ચિત્ર, અભિનય, જેવી કોઈપણ
પ્રવૃત્તિમાં આગળ વધવું હોય, તો અમે પૂરેપૂરો સહયોગ આપીશું.” આ સંમેલનનો ઉદ્દેશ્ય દીકરીઓને તેમના સપના સાકાર કરવા માટે પિતાના માર્ગદર્શન અને પરિવારનો સંપૂર્ણ સપોર્ટ આપવાનો હતો. વાલીઓએ દીકરીઓની પ્રગતિમાં સંપૂર્ણ સાથ આપવાની ખાતરી આપી હતી.