સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલ માનવમંદિર ખાતે નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ આયુર્વેદ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા માનવ મંદિરમાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો. આ ઉપરાંત નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ આયુર્વેદ કોલેજના વિદ્યાર્થીઓએ માનવમંદિરના હરિના બાળકો ઉપર રિસર્ચ કર્યુ હતું. આ પ્રસંગે હરિના મનોરોગી બહેનો સાથે વાતચીત કરી તેની વર્તણૂંકનો અને જીવન પધ્ધતિનો અભ્યાસ કર્યો. તેમની સાથે હળવી પળોમાં વાતો કરીને તેમનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કર્યો હતો. આમ આ આશ્રમ ધીમે ધીમે હવે મનોરોગીઓના અભ્યાસનું કેન્દ્ર પણ બની ગયો છે.








































