સાવરકુંડલા શહેર વોર્ડ નં.૩ ઝીણા બાપાની દેરી રેલવે ક્રોસિંગ પાસે નગરપાલિકા દ્વારા જે કચરો નાખવામાં આવે છે ત્યાં અચાનક આગ લાગી હતી. ખેડૂતે જાણ કરતા નગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરતા જયરાજભાઇ ખુમાણ, રવિભાઈ જેબલીયા, પ્રદીપભાઈ ખુમાણ, મયુરભાઈ મારુએ તરત જ સ્થળ પર જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. આગથી કોઈ જાનહાનિ ન થઈ હોવાની માહિતી મળી છે.






































