ભારત સરકાર દ્વારા ૬૮ મી સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાજ્યકક્ષાની પુરુષોની અંડર-૧૪ બેઝબોલ સ્પર્ધા ડીસા મુકામે યોજાઇ હતી. આ સ્પર્ધામાં અમરેલી જિલ્લાની ટીમમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ-સાવરકુંડલાની સમગ્ર સ્કૂલની ટીમે રાજ્યમાં બીજું સ્થાન મેળવ્યું છે. ગુરુકુળ શાળાનાં રમતગમત કોચ તરીકે દીપકભાઈ વાળા તથા ઝાલાભાઈએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.