સાવરકુંડલાના કબીર ટેકરી ખાતે તા.૧ને ગુરુવારે મહંત નારાયણ સાહેબનો અવતરણ દિવસ (જન્મ દિવસ)ની અનોખી ઉજવણી કરવામાં આવી. ગદ્ય સાહિત્ય સેતુ -અમરેલીના સાહિત્યકારોએ પ્રાર્થના કરી તેમને કાંસ્ય વાસણો, વસ્ત્ર, શ્રીફળ અને સાકરનો પડો અર્પણ કર્યો હતો. આ પ્રસંગે મહંતે જણાવ્યું હતુ કે જીવનમાં દરરોજ મંગલ અને સમાજ ઉપયોગી કાર્યો કરવા જોઈએ. આ ઉજવણીમાં વાસુદેવભાઇ સોઢા, મંગળુભાઈ ખુમાણ, નાનાલાલભાઈ ત્રિવેદી, વજુભાઈ ત્રિવેદી, સુધીરભાઈ મહેતા, મનિષભાઈ વિંઝુડા અને દિપાલીબેન પંડ્યા સહિતના સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા.









































