સાવરકુંડલામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા દર માસના પ્રથમ શુક્રવારે યોજાતા પરંપરાગત નેત્ર કેમ્પની શૃંખલામાં ૦૬-૦૨-૨૦૨૬ના રોજ ૩૪૪મો વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની સ્મૃતિમાં આયોજિત આ કેમ્પમાં અનેક દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પનો પ્રારંભ સંસ્થાના વડા પરમ પૂજ્ય શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામી તથા મુખ્ય દાતા ગોપાલ કૃષ્ણ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ (મુંબઈ)ના નિમેષભાઈ ચંદ્રકાંતભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વીરનગરના નિષ્ણાત તબીબો અને ગુરુકુળ હોસ્પિટલના ડો. નિલેશભાઈ ત્રિવેદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.









































