સાવરકુંડલા શહેરના શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ સંચાલિત મમતાઘરના સ્થાપક મંજુલાબેન દુધરેજીયાના જન્મદિવસની આજે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભ કાળે મહામંડલેશ્વર જશુબાપુ (હીપાવડલી વાળા) ના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ કેમ્પના પ્રારંભમાં બાળકોને સાંસ્કૃતિક પ્રોગ્રામના ઈનામ અને બાળકોને ટી શર્ટનું વિતરણ કરવામાં આવ્યું. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ પણ મુલાકાત લીધી હતી.









































