સાવરકુંડલામાં એક યુવકે તેની સામે ઘુરવાની ના પાડતાં તેને તું ઉભો રહે હું હમણાં આવું તેમ કહી ધમકી આપી હતી. તેમજ માથામાં લોખંડની પાઇપનો ઘા પણ માર્યો હતો. બનાવ સંદર્ભે કમલેશભાઇ મેપાભાઇ મેવાડા (ઉ.વ.૩૪) એ ) વિશાલભાઇ બીજલભાઇ ટોટા, ભુપતભાઇ દાનાભાઇ મેવાડા, ક્રિસુબેન ભુપતભાઇ મેવાડા તથા ભુપતભાઇની નાની દિકરી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમના ભત્રીજા મેહુલભાઇ પોતાના ઘર પાસે બેઠા હતા તે દરમિયાન ત્યાં રસ્તેથી નીકળ્યા હતા અને તેના ભત્રીજા સામે ઘુરતા હતા. જેથી તેને ઘુરવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇ ગાળો આપી તું ઉભો રહે હું હમણા આવું તેમ કહી જતા રહ્યા હતા અને થોડીવાર પછી લાકડી તથા લોખંડની પાઇપ લઇ આવી તેમને ભત્રીજાને એક ઘા માથાના ભાગે મારી પછાડી દીધો હતો. તેમજ માથાના ભાગે ઢિમચાની ઇજા કરી હતી.તેના ભત્રીજાને શરીરે માર મારી મુઢ ઇજા કરી તેમને જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કે ડી રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.