સાવરકુંડલામાં રહેતા એક રીક્ષાચાલકનો મોબાઈલ રસ્તામાં પડી ગયો હતો. જેની અજાણ્યો ઈસમ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. કિશનભાઈ કાળુભાઈ મકવાણા (ઉ.વ.૨૭)એ અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ રીક્ષાનું પંચર કરાવીને મુરલીધર છાત્રાલય પાસે આવેલી ચામુંડા ગેરેજ નામની દુકાનેથી નીકળ્યા હતા. આ સમયે તેમનો મોબાઈલ ક્યાંક પડી ગયો હતો. જેની અજાણ્યો ઈસમ ચોરી કરીને લઈ ગયો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કેતનભાઈ ડી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.