સાવરકુંડલાની સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક વિદ્યાલયમાં બાળકોનો વેશભૂષા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાળકો દ્વારા ભગવાન શ્રી વિષ્ણુના દશાવતાર, માતાજી તથા સામાજિક વ્યવસાયિકો (જેમ કે વકીલ, ડોક્ટર વગેરે)ની સુંદર રજૂઆત કરવામાં આવી હતી, જેને વાલીઓ અને ઉપસ્થિત મહાનુભાવો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. આ કાર્યક્રમને આશીર્વાદ સંસ્થાના વડા ભગવદપ્રસાદ દાસજી, પ્રમુખ શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજી, સંસ્થાના કોઠારી સ્વામી અક્ષરમુક્ત દાસજી સ્વામી, તથા સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેલા સ્વામી શુકદેવપ્રસાદ દાસજી અને સંસ્થાના ડાયરેક્ટર ગિરીશભાઈ વ્યાસ દ્વારા પ્રાપ્ત થયા હતા. આ કાર્યક્રમમાં વાલીઓનો ખૂબ સહકાર મળ્યો હતો, જેના પ્રતિભાવ રૂપે શૈક્ષણિક વિભાગના ઝ્રઇઝ્ર અજયભાઈ ખુમાણ દ્વારા શાળાના કાર્યને બિરદાવવામાં આવેલ.









































