સાવરકુંડલા ખાતે કે.કે. મહેતા સરકારી હોસ્પિટલમાં ગાયનેક વિભાગ, સર્જરી વિભાગ તથા એનેસ્થેશિયા વિભાગના ડોક્ટરો દ્વારા એક મહિલાના ગર્ભાશયની કોથળીમાં ૨૦ થી ૨૫ ગાંઠો કાઢવાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ડો. હાર્દિક બોરીસાગર, ડો. હેમાલી દવે અને ડો. દિનેશ સોલંકી દ્વારા આ સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ એ મહિલા પેટમાં દુઃખાવાની સમસ્યાને લીધે તાત્કાલિક હોસ્પિટલમાં આવેલ અને ડો. હાર્દિક બોરીસાગર દ્વારા નિદાન કરતા જણાવ્યું કે લોહીના ટકા ખૂબ જ ઓછા છે અને સોનોગ્રાફી રિપોર્ટમાં ૨૦થી ૨૫ ગાંઠો દર્શાવેલ હતી. લોહી મળી રહે અને લોહી ચડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ડો.ક્રિષ્ના હરીયાણીએ અભિનંદન પાઠવ્યા હતા.